Sunday, January 8, 2012

ગણિતનું વ્યાકરણ


૧. : ‘વિજાતીય’ અને ‘સજાતીય’ એટલે?
          જિગીષા: જે વિજય પામે તે વિજાતીય અને જે સજા પામે તે સજાતીય.
          હમમ, વિચાર સારો છે પણ આ અર્થો નથી.
          ક્રિષ્ના : વિજ્ઞાન વિષયમાં આવે તે વિજાતીય અને સામાજિક વિજ્ઞાનમાં આવે તે સજાતીય.
          તુક્કો સારો છે પણ આ અર્થ પણ નથી. ચાલો, હિન્ટ આપું, ‘જાતિ’ શબ્દ પરથી આ અર્થોને જોવાં પ્રયત્ન કરો.
          ‘જાતિ’ એટલે?
          એટલે ‘નાત’ જેવું. ‘ધર્મ’ જેવું. (‘જાતિ’ અથવા ‘જુથ’ ના અર્થ સ્પષ્ટ કરવા અલગથી પ્રયોગ કર્યો છે. )
          રીમ્પલ : સજાતીય એટલે સરખી જાતિ વાળુ?
          એકદમ ! તો વિજાતીય એટલે?
          ‘વી’વાળુ ખબર નથી પડતી.
          હિન્ટ આપું,‘સજાતીય’ અને ‘વિજાતીય’ વિરોધાર્થી શબ્દો છે.
          જુદી જાતિ વાળુ?
          બરાબર. સજાતીય એટલે એક સરખી જાતિનું અને વિજાતીય એટલે જુદી જુદી જાતિનું.
૨ : ‘ચલ’ શબ્દ સંભાળતા-વાંચતા તમને શું યાદ આવે?
          પારુલ : ચાલવાનું..
          હવે ‘અચલ’ એટલે?
          જે ચાલતું ના હોય તે.
હું અત્યારે ‘ચલ’ છું કે ‘અચલ’? (શિક્ષક સ્થિર ઉભેલ હતા.)
અચલ.
એટલેકે, હું મારા સ્થાનેથી ખસતી નથી એમ ને?
હા.
એટલેકે હું સ્થિર કહેવું?
હા.
તો, ‘અચલ’ એટલે?
સ્થિર.
અને ‘ચલ’ એટલે?
અસ્થિર.
          તો, ‘ચલ સંખ્યા’ એટલે કેવી સંખ્યા?
          અસ્થિર સંખ્યા ...
          અને ‘અચલ સંખ્યા’ એટલે?
          સ્થિર સંખ્યા.
          તો ૧,૩૨,૨૦૦,૭૫૦૦ આ બધી સંખ્યાઓ કેવી સંખ્યા છે?
          ચલ/અચલ/ચળ/અચલ....
          વારુ, સંખ્યા રેખા પર ૧નું સ્થાન બદલાય?
          હાસ્તો, દાખલ મુજબ ૧ જુદી જુદી જગ્યાએ મુકવો પડે.
          એ બરાબર. પણ, ૪ અને ૫ની વચ્ચે ૧ મુકાય?
          ના. એ તો ૦ અને ૨ની વછે જ મુકાય.
          અને ૩૨?
          એ ૩૧ અને ૩૩ની વચ્ચે મુકાય.
          એટલેકે આ સંખ્યાઓનું સ્થાન નક્કી છે એમ કહેવાય?
          હા.
          તો આ સંખ્યાઓ કયા પ્રકારની સંખ્યાઓ કહેવાય?
          અચલ !
          ‘સંખ્યાઓની સ્થાન કિંમત’ આ વાત યાદ આવે છે ને?
          હમમ..
          (આ તબક્કે, ઋણ પૂર્ણાંકો અને અપૂર્ણાંકો પણ નિશ્ચિત સ્થાન ધરાવે છે એ સંખ્યારેખા દોરીને બતાવાયું.અને એ બારામાં પણ ઉપર મુજબ ચર્ચા થઇ.)
          એકદમ. તો ચલ સંખ્યાઓ કઈ?
          એવી સંખ્યા હોય જ નહિ.
          હોય છે. ગણિતમાં જ હોય છે. જેમકે, ધારો કે, આપણા વર્ગમાં અત્યારે ‘x’ પેન્સિલ છે.
          એ તો બધાની પેન્સિલો ગણી કાઢીએ એટલે ખબર પડી જાય.
          હા, પણ ગણ્યા વગર મારે ધારીને કહેવું હોય તો ?
          ધારો કે,આપણા વર્ગમાં અત્યારે ‘x’ ચોપડીઓ છે એવું પણ કહેવાય?
          બિલકુલ કહેવાય. અને ‘x’ ને બદલે ‘abcd’ નો કોઈ પણ મૂળાક્ષર લઇ શકાય.
          કેવી રીતે?
          ધારો કે, આપણી શાળામાં ‘c’ બેન્ચીસ છે. હવે, તમે આવા વાક્યો બનાવી બોલો.
          ધારો કે, આપણી શાળામાં ‘p’  છે. ધારો કે આપણા વર્ગમાં ‘m’ નોટ છે. ધારો કે આપણા વર્ગમાં ‘y’  નકશા છે.
          બરાબર. તો આ x, c ,m, y વગેરે કયા પ્રકારની સંખ્યાઓ થઇ?
          ચલ.
          હવે, ‘ચલ’ અને ‘અચલ’ સંખ્યાઓનો તફાવત લખીએ.(જુથકાર્ય દ્વારા આ તફાવત લખાવાયો અને વર્ગ સમક્ષ દરેક જુથ એ રજૂઆત કરી.

4 comments:

  1. આવું ને આવું વાંચીશ તો પાછો...શાળામાં ગણિત લેતો થઇ જઈશ... અહી, બેઠા મજા માંણી શકાઈ....

    ReplyDelete
  2. રાકેશ, આ વિષય અને તાસ શિક્ષણ એટલે જ માફક નથી આવતું, આપણે ય બીજા વિષયો માટે પારકા અને અળખામણા થઇ જઈએ. પ્રાથમિક કક્ષાએ આવા વાડા નક્કામાં લાગે છે.

    ReplyDelete
  3. અરે તમને બંને ને વાંચીને મને સી આર સી માં ક્યાં ફસાઈ એમ થાય છતાં પ્રયત્ન કરું છું આ બધી પદ્ધતિઓ શિક્ષકો સુધી પહોચાડવાની પરંતુ જુએ એટલું પરિવર્તન શિક્ષકોમાં નથી

    ReplyDelete
    Replies
    1. કોક એ સ્થાને ય જોઈએ ને !

      Delete