સંગીતની નવી નવી કેડીઓમાં જાત્રા કરાવવાના ઉદ્દેશથી જ્ ગુજરાતી સુગમ સંગીતના ભાગ રૂપી ગીતો શાળામાં ગવડાવવા શરુ કરવામાં આવ્યાં હતાં. મોટે ભાગે આ શિક્ષણ વર્ગ-પ્રાર્થના સંમેલનમાં થાય. એટેલે કે, સમુહમાં. એવામાં કુદરતે કોને કોકિલ કંઠ આપ્યો છે એ પકડવું છુટી જતુ હોય છે. (આ પ્રયત્ન વિશે જોડેની લિંક પર ક્લિક કરો:ગુર્જરી સંગીત
એન.એસ .પટેલ કોલેજના MSW/BSW/MHRM ના વિદ્યાર્થીઓ અમારી શાળામાં નિયમિત આવે છે ,છેલ્લા ત્રણેક વર્ષથી. શાળા પરિવાર સાથે ચર્ચા કરી કયા પ્રકારની પ્રવૃત્તિ કરી શકાય તેની વિચારણા કરી જુદી જુદી પ્રવૃત્તિઓ તે વિદ્યાર્થીઓ કરાવતા હોય છે. આ એક સુખદ ફેરફાર છે-મહિને એક કે બે તાસ કોઈક જુદી જ્ પ્રવૃત્તિ, જુદા જ્ વ્યક્તિઓ કરાવવા આવે.
હિમાની દેસાઈ |
દિવ્યા અને ડૉ.પ્રતિક્ષા પટેલ |
સુચિતાબેન |
અમારા ૪૦ ગાયકો એ એક પછી એક આવીને અમારી સાંજને સુરભીની કરવા માંડી. નિર્ણાયકો પણ ગીતોના વૈવિધ્યનો આનંદ માણી રહ્યા હતાં. અચાનક એક વિધાર્થીએ *** ગીત શરુ કર્યું. આચાર્ય,શિક્ષકો, આયોજક વિધાર્થીઓ અને નિર્ણાયકો ક્ષણિક આંચકો ખાઈ ગયા. પણ, જે ભોળા ભાવે પેલી વિધાર્થીની 'તે' ગીત રજૂ કરતી હતી,અને શબ્દોના અર્થને સમજ્યા વગર જે ભાવથી શ્રોતા વિધાર્થીઓ ગીત સાંભળી રહ્યા હતાં, વડીલોએ ઈશારામાં નક્કી કરી લીધું કે તેને અટકાવવી નહિ. વળી, ઓટીઝમ ખામી વળી નેન્સીએ અંગ્રેજી કવિતા મોઢે ગાઈ ત્યારે તો તમામ શ્રોતાઓ સમજી ગયા કે તેનું ઇનામ પાકું. સ્પર્ધકોની આવડતથી આનંદિત થઇ નિર્ણાયકોએ પોતાના તરફથી ૪ પ્રોત્સાહક ઇનામો જાહેર કર્યા.
નેન્સીનું ઇનામ તો પાક્કું જ્ હતું. ત્રીજું ઇનામ દિવ્યા (ધો-૭)ને 'સાવરિયો' ગીત બદલ, બીજું ઇનામ પારુલ (ધો-૭) ને મીઠાં સૂરે સંસ્કૃત પ્રાર્થના બદલ અને પ્રથમ ઇનામ આરતી (ધો-૬)ને સુરની બારીકીઓ સાથે 'તેરી મેરી' ફિલ્મ ગીત બદલ આપવાની નિર્ણાયકોએ નક્કી કર્યું.
આરતી |
આરતી માટે તો આ સુખદ આંચકો જ્ હતો. પોતે સામાન્ય આવડત ધરાવતી છોકરી છે એવું દ્રઢપણે માનતી આરતી આજે શાળાની પ્રથમ હરોળની ગાયિકા સાબિત થઇ હતી.
સુચીતાબેનના મીઠાં કંઠે ગવાયેલો 'સાવરિયો' અને તાલીમાર્થીઓએ વહેંચેલ ચોકલેટ મમળાવતાં મમળાવતાં સૌ છુટા પડ્યા.
lots of thanks mam...................
ReplyDelete