Friday, December 16, 2011

અખતરો...

શારીરિક શિક્ષણમાં 'અવાજના પ્રદુષણ' અંગે ચર્ચા જામી હતી. વિદ્યાર્થીઓને નવાઈ લાગી કે અવાજ આટલો બધો નુકસાનકારક હોઈ શકે ! રીમ્પલ કહે, 'હવે અમે ઓછો અવાજ કરીશું. ક્યાંક તમારું બ્લડ પ્રેશર વધે અને તમને હાર્ટ એટેક આવે અને તમે મરી જાઓ તો અમને ભણાવે કોણ?'
વારુ, અમારી ચર્ચા તો જામશે આગળ. પણ, આ અનુસંધાને મને એક વાર્તા વહેંચવાનું મન થયું. માણો.

જુના સમયની વાત છે. વર્ગના બાળકોને શાંત કરવાના તમામ ઉપાયો અજમાવી ચુકેલ શિક્ષક નિરાશ થઇ ગયા. એક દિ છેલ્લા તાસમાં માથું પકડી બેસી ગયા. કહે,' તમારા અવાજની હવે તો એવી અસર થઇ છે કે જો વર્ગમાં શાંતિ સ્થપાય તો આશ્ચર્યથી મને હાર્ટ એટેક આવી જાય.'

બીજે દિ શિક્ષકે વર્ગમાં પગ મુક્યો તો વર્ગમા નિરવતા સ્થપાયેલી હતી. ખુબ ખુબ પૂછ્યા પછી શિક્ષકના માનીતા વિદ્યાર્થીએ કહ્યું, ' તમે ગઈ કાલે કહેલી વાત અમે પ્રાયોગિક અખતરો કરી ચકાસતા હતા.'

અહીં કમલ હસનનું ક્લાસિક 'પુષ્પક ' યાદ આવે. જોયું છે ને ?!

1 comment:

  1. તમે એકદમ સરળ ભાષામાં સાચા અનુભવો શેર કરો છો, તે ખરેખર રસપ્રદ હોય છે અને ઉપયોગી પણ, લગે રહો...

    ReplyDelete